Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

જામનગરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ

પોકસો અદાલતે જુદા જુદા ચાર આરોપીને સજા ફરમાવી : કૌટુંબિક કાકાને સગીરા ભત્રીજી ઉપર દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સજા: સાત વર્ષની બાળા સાથે અડપલા કરનારને પાંચ વર્ષની સખ્ત કેદ અને 50 હજારનું વળતર ચૂકવવા આદેશ

જામનગરની પોકસો અદાલતે દુષ્કર્મના બે જુદા જુદા કેસમાં એક આરોપીને 20 વર્ષની તથા બીજા આરોપીને 10 વર્ષની સજાનો આદેશ ફટકાર્યો હતો. જેમાં જામનગર શહેરમાં છ વર્ષની બાળા સાથે અડપલા કરનારને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત ભોગ બનનાર ત્રણેય સગીરાઓને ચાર લાખ, એક લાખ અને 50 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

મુળ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના મુકેશ નેરૂભાઇ મેરડા જુનાગઢના વિસાવદર તાલુકામાં એક વાડીમાં કામ કરતા યુવાન સામે તા.7/9/2020 ના રોજ જામનગર જિલ્લાની એક 15 વર્ષ અને 7 માસની સગીરાના અપહરણ, દુષ્કૃત્યનો કેસ નોંધાયો હતો. જે કેસ અહીંની પોકસો અદાલતમાં ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરીની દલીલો, પેદા થયેલ સંતાનના ડીએનએ મેચ સહિતના પુરાવા ધ્યાને લઇને આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને રૂા.10 હજારનો દંડનો હુકમ તેમજ ભોગ બનનાર સગીરાને સરકારની સ્કીમ મુજબ રૂા. ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

આવા અન્ય એક કેસમાં જામનગર જિલ્લાના એક ગામમાં તા.16/07/2021 ના રોજ કૌટુંબિક બહેનને ફોસલાવીને લઇને જઇ કૌટુંબિક કાકાને સોંપ્યા બાદ સગીરા ઉપર નરાધમ કાકાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદના કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદીએ કરેલી કોર્ટમાં રજૂઆતો ગ્રાહ્ય ગણી અદાલતે બન્ને પક્ષોને સાંભળીને કૌટુંબિક બહેનને ફોસલાવીને લઇ જનાર નરાધમ ભાઈને મદદગારી બદલ પાંચ વર્ષની સખ્ત જેલ સજા અને રૂા.3 હજાર દંડ, મુખ્ય આરોપી નરાધમ કાકાને દુષ્કૃત્ય બદલ 10 વર્ષની જેલ અને રૂા.5 હજારનો દંડ અને ભોગ બનનાર સગીરાને રૂા. એક લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

- Advertisement -

તેમજ શહેરના એક વિસ્તારમાં તા.21/11/2021 ના રોજ માત્ર સાત વર્ષની બાળાને પતંગ આપવાનું કહીને ઘરમાં લઇ જઇને અડપલા કરતા બાળાએ રાડારાડી કરી મુકતા તેણીને જવા દીધી હોવાની વિગતે રાજકોટના ચુનારાવાડના રાજેશ ગોવિંદભાઈ મકવાણા સામે પોકસોની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદ અને 10 હજારનો દંડ તથા બાળાને રૂા.50 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular