કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે હાલ રહેતી અને જેઠાભાઈ દુદાભાઈ ગોરાણીયાની 36 વર્ષની પરિણીત પુત્રી શાંતીબેન લખમણભાઈ મોઢવાડિયાને તેણીના લગ્ન જીવન દરમિયાન પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે રહેતા તેણીના પતિ લખમણ લખુભાઈ મોઢવાડિયા, સસરા લખુભાઈ જીવાભાઈ મોઢવાડિયા તથા સાસુ વાલીબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપીને બેફામ માર મારવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.