Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરબઢતીના મુદ્દે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાળીપટ્ટી સાથે વિરોધ... - VIDEO

બઢતીના મુદ્દે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાળીપટ્ટી સાથે વિરોધ… – VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ બઢતીના પ્રશ્ર્ને કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

જામનગર મહાનગરપાલિકામાં વર્ગ-1ના કર્મચારીઓ આસી. કમિશનર, સીનીયર એન્જીનિયર સહિતના અધિકારીઓની બઢતી માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોય. જામનગર મહાનગરપાલિકામાં ટેકનિકલ યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બઢતી માટેની ફાઇલો લાંબા સમયથી પેન્ડીંગ હોય કોઇ નિર્ણય લેવામાં આવતો ન હોય. અધિકારીઓ  દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાની, ઉપરાંત જીગ્નેશ નિર્મળ, મુકેશ વરણવા સહિતના અધિકારીઓએ કાળી પટ્ટી સાથે ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular