જામનગરના સયાજી હોટેલ ખાતે શિવ ઓમ અને જર્મનીની અગ્રણી કંપની હોરા ઇ-ટેક વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ (Strategic Joint Venture)ની સત્તાવાર જાહેરાત ભવ્ય સમારોહમાં કરવામાં આવી હતી. ભારત અને જર્મનીના ઉદ્યોગજગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ જામનગરના ઔદ્યોગિક વિકાસમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ બંને કંપનીઓના પ્રતિનિધિઓએ સંયુક્ત સાહસની રૂપરેખા રજૂ કરી હતી. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી બંને કંપનીઓ વચ્ચે સફળ વ્યવસાયિક સંબંધો રહ્યા બાદ હવે આ ભાગીદારીને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શિવ ઓમ કંપનીના સ્થાપક અને ચેરમેન સ્નેહલ ગોહિલ, હોરા ઇ-ટેક, જર્મનીના ડિર્ક નિસ્ટ્રાટ (Dirk Niestrat), બર્ન્ડ બર્ગશ્નાઇડર (Bernd Bergschneider), શિવ ઓમના પરાક્રમસિંહ જાડેજા તથા યશ ગોહિલ મંચસ્થ રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં ભારત-જર્મની વચ્ચેના ઔદ્યોગિક સહયોગ, અદ્યતન ટેક્નોલોજીના આદાન-પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ સંયુક્ત સાહસને ઐતિહાસિક ગણાવ્યું હતું.
View this post on Instagram
શિવ ઓમ કંપનીના સ્થાપક અને ચેરમેન સ્નેહલ ગોહિલે જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક કરાર માત્ર બે કંપનીઓ વચ્ચેનો વ્યવસાયિક કરાર નથી, પરંતુ ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું કે હાલમાં કંપનીમાં આશરે 750 કર્મચારીઓ કાર્યરત છે, પરંતુ આ સંયુક્ત સાહસ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000 થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ ભાગીદારીના પરિણામે જામનગરમાં મોટા પાયે નવી રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનો માટે નવી તકો ઊભી થશે.
ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે જે ઉત્પાદન અત્યાર સુધી જર્મનીમાં કરવામાં આવતું હતું તે હવે જામનગરમાં થશે. પરિણામે ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન વધશે, આયાત પરની નિર્ભરતા ઘટશે અને સરકારને વિદેશી હૂંડિયામણની નોંધપાત્ર બચત તથા લાભ મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સમગ્ર સફળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’મેક ઇન ઇન્ડિયા’ અને ’આત્મનિર્ભર ભારત’ ના દ્રષ્ટિવંત અભિગમના કારણે શક્ય બની છે. ભારત આજે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને વિશ્વની અગ્રણી કંપનીઓ ભારત સાથે ભાગીદારી કરવા આતુર છે. જર્મનીના પ્રતિનિધિઓએ પણ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને શિવ ઓમની ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ સંયુક્ત સાહસ બંને દેશો વચ્ચેના ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત બનાવશે. જર્મન ટેક્નોલોજી અને ભારતીય કુશળતાના સમન્વયથી વૈશ્વિક ધોરણોના ઉત્પાદનોનું ઉત્પાદન થશે અને વિશ્વબજારમાં તેની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે. આ પ્રસંગે ઉદ્યોગજગતના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડીલર્સ, બિઝનેસ પાર્ટનર્સ, ગ્રાહકો તથા આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ વ્યૂહાત્મક સંયુક્ત સાહસ માત્ર શિવ ઓમ અને હોરા ઇ-ટેક માટે જ નહીં, પરંતુ જામનગર, ગુજરાત અને સમગ્ર ભારતના ઔદ્યોગિક વિકાસ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ભાગીદારીના પરિણામે જામનગર વૈશ્ર્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરશે અને ભારતને વિશ્વના ઉત્પાદન ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.ગ્રુપ ડિરેક્ટર તરીકે માનસી શ્યામલ માલવીની નિમણૂક કરવામાં આવી હતી,ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં ભારત-જર્મની વચ્ચેના ઔદ્યોગિક સહયોગ, અદ્યતન ટેક્નોલોજીના આદાન-પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ સંયુક્ત સાહસને ઐતિહાસિક ગણાવ્યું હતું.શિવ ઓમ કંપનીના સ્થાપક અને ચેરમેન સ્નેહલ ગોહિલે જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક કરાર માત્ર બે કંપનીઓ વચ્ચેનો વ્યવસાયિક કરાર નથી, પરંતુ ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું કે હાલમાં કંપનીમાં આશરે 750 કર્મચારીઓ કાર્યરત છે, પરંતુ આ સંયુક્ત સાહસ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000 થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ ભાગીદારીના પરિણામે જામનગરમાં મોટા પાયે નવી રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનો માટે નવી તકો ઊભી થશે.


