Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરલોક ગાયક કિર્તીદાન ગઢવી, ગરબા ક્વીન કિંજલ દવે તથા લોક ગાયિકા નિશાબેન...

લોક ગાયક કિર્તીદાન ગઢવી, ગરબા ક્વીન કિંજલ દવે તથા લોક ગાયિકા નિશાબેન બારોટે સૌને મંત્રમુગ્ધ કર્યા

- Advertisement -

જામનગરના આંગણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પાંચમા દિવસે ઐતિહાસિક-અદભૂત અને અવિસ્મરણીય લોકડાયરા તેમજ દાંડિયારાસ-ગરબાનો કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ અને ખ્યાતનામ લોક ગાયક કિર્તીદાન ભાઈ ગઢવી, ગરબા કવીન કિંજલબેન દવે, લોક ગાયિકા નિશાબેન બારોટ દ્વારા લોકડાયરાના અને દાંડિયા રાસના રાત્રી કાર્યક્રમમાં પ્રથમ ગીતથી લઇને રાત્રીના અઢી વાગ્યા સુધી દેશભક્તિના ગીત સુધી મંચ પરથી જમાવટ કરી કે રાત્રીના પાંચ કલાક ચાલેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર શ્રોતાગણ ઉઠયા ન હતા.

- Advertisement -

લોક ગાયક કિર્તીદાનભાઈ ગઢવી કે જે સ્ટેજમાં પર જમાવટ કરવા માટે ખૂબ જ પ્રચલિત છે, અને તેઓના નામ પ્રમાણે ગુણ આ મંચ પરથી જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો માટે દાંડીયારાસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ શ્રોતાગણનો પ્રવાહ એટલો બધો હતો, કે દાંડીયારાસ માટેની જગ્યા તો ઠીક, પણ મંડપમાં પગ મૂકવાની જગ્યા પણ ક્યાંય રહી ન હોવાથી આખરે કલાકારોએ પોતે સ્ટેજ પર ઊભા રહીને દાંડિયારાસની જમાવટ કરી હતી, અને સર્વે કલાકારોએ સતત ત્રણ કલાક પોતાના સ્થાન પર ઉભા રહ્યા અને શ્રોતાગણોને પણ ડોલાવી દીધા હતા. એક તબક્કે રાજ્યભરમાંથી આવનારા મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવી પણ આયોજકોને અઘરી થઈ હતી. ઉપરાંત ઉપસ્થિત મહેમાનો શબ્દોથી સ્વાગત કરવા માટેની યાદી પણ બોલી શકાય તેટલો સમય રહ્યો ન હતો. જેથી યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ખુદ મંચ પર ઉપસ્થિત થયા હતા, અને સમગ્ર કથા મંડપ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડના પરિસરમાં આવેલા સર્વે શ્રોતાગણનો શબ્દોથી આભાર માન્યો હતો, અને કોઈની આગતાસ્વાગતામાં કમી રહી ગઈ હોય તો ક્ષમા માગી હતી. સાત રસ્તા સર્કલ થી લાલબંગલા સર્કલ સુધીનો સમગ્ર માર્ગ પેક થઈ ગયો હતો, અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટેની પણ જગ્યા બચી ન હતી.

- Advertisement -

ભાજપના આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના આમંત્રણને માન આપીને ગુરૂવારે રાત્રે રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, અમિતભાઈ ચૌધરી, બચુભાઈ ચભાડિયા, રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા, જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શિક્ષણ સમિતિ ચેરમેન મનિષ કનખરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, અગ્રણી બિલ્ડર મેરામણભાઈ ગોરિયા, પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા, ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળતા ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular