જામનગરમાં આવેલા નેમનાથ જિનાલયમાં નેમનાથ ભગવાનના જન્મ કલ્યાણક નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ નેમનાથ ભગવાનને ભવ્ય આંગીના દર્શન યોજાયા હતા. આ ઉપરાંત સવારે શરણાઇવાદન, ભાભા પાશ્ર્વનાર્થ સ્નાત્રમંડળ દ્વારા સ્નાત્ર ભણાવાયા હતા. સ્નાત્ર દરમ્યાન દાદાની પક્ષાલ પૂજા, બરાસ પૂજા, કેશર પૂજા, ફુલ પૂજા, મુગટ પૂજા, અતરપૂજા, આભુષણ પૂજા, ધ્વજા પૂજા, આદિના ચઢાવવા પણ થયા હતા. તેમજ સવારે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી. આ ઉપરાંત આજે સાંજે ઓશવાળ બેન્ડની સલામી, રાત્રે 9 થી 10 દરમ્યાન ભાવના ભણાવવામાં આવશે અને ભાવના દરમ્યાન આરતી, મંગળદિપકના ઘી ની ઉછામણી બોલાવવામાં આવશે.