Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ જીતેલ બ્રોન્ઝ મેડલ કોરોના વોરીયર્સને સમર્પિત...

ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ જીતેલ બ્રોન્ઝ મેડલ કોરોના વોરીયર્સને સમર્પિત કર્યો

- Advertisement -

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે બ્રોન્ઝ મેડલ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કર્યો છે. જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન અથાગ પ્રયત્નો કરીને લોકોને બચાવ્યા. ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ સર્જ્યો છે. 41 વર્ષ બાદ ભારતીય પુરુષ  હોકી ટીમે મેડલ મેળવ્યો છે. દેશ આખો હોકી ટીમની પ્રશંશા કરી રહ્યો છે. ભારતે જર્મનીને 5-4થી હરાવીને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  

- Advertisement -

ભારતીય હોકી ટીમના પંજાબના કેપ્ટન મનપ્રીત સિંહે જણાવ્યું કે હું નથી જાણતો કે મારે શું કહેવાનું છે આ શાનદાર જીત હતી. અમે ખુબ મહેનત કરી હતી. અને મેડલના હકદાર હતા.છેલ્લા 15મહિના અમારા માટે ખુબ કઠીન હતા. તેણે વધુમાં જણાવ્યું કે અમે આ મેડલ એ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કરવા માંગીએ છીએ જેમણે ભારતમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો છે. તેથી આપણને હવે વધુ આત્મવિશ્વાસ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular