Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાનો ઉપર હુમલો

જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાનો ઉપર હુમલો

- Advertisement -

જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં રાત્રિના સમયે જૂની અદાવતના મનદુ:ખના કારણે બે જૂથ વચ્ચે થયેલી શસ્ત્ર મારામારીમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે જૂના મનદુ:ખનો ખાર રાખી બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં એક જૂથના હુમલાખોરોએ સશસ્ત્ર હથિયારો સાથે આવી અખ્તર ઈકબાલ સચડા, જાવેદ આદમ ગજીયા, સબીર હુશેન ગંઢાર, જુબેર મુનાવર ભાયા નામના ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે સિટી એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલે જઈ ઈજાગ્રસ્તના નિવેદનના આધારે હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular