Friday, April 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મ્યુકોરમાયકોસિસની બીમારીએ વધુ એક નો ભોગ લીધો

જામનગરમાં મ્યુકોરમાયકોસિસની બીમારીએ વધુ એક નો ભોગ લીધો

- Advertisement -

જામનગરમાં કોરોનાનો પ્રકોપ શાંત પડ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ઘણા લોકો મ્યુકોરમાયકોસીસનો ભોગ બન્યા છે. સરકાર દ્વારા મ્યુકોરમાયકોસીસ એટલે કે બ્લેકફંગસને પણ મહામારી જાહેર કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મ્યુકોરમયકોસીસના બે દર્દીઓ સારવાર હેઠળ હતા જયારે ગઈકાલના રોજ એક દર્દીનું મૃત્યુ થયું છે.

- Advertisement -

જામનગરની જીજી હોસ્પિટલના મ્યુકોરમાયકોસીસ વોર્ડમાં બે દર્દી સારવાર હેઠળ હતા જે પૈકી અમરીબેન (60 વર્ષ) નામના વૃદધાનું  મૃત્યુ નીપજ્યું છે. અમરીબેન કોરોનાથી સ્વસ્થ થયા બાદ મ્યુકોરમાયકોસીસનો ભોગ બનતા તેઓને 13 દિવસ પહેલા ઇએનટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું છે. જીજી હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસીસના એક દર્દી સારવાર હેઠળ છે.

જામનગર જીલ્લામાં કોરોના છેલ્લા ઘણા સમયથી શાંત પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સપ્તાહપૂર્વે એક કેસ નોંધાયો હતો. ત્યાર બાદ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. હાલ જીજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક પણ દર્દી દાખલ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular