Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં 24 કલાકમાં 290 કોરોનાના દર્દી સ્વસ્થ થયા

હાલારમાં 24 કલાકમાં 290 કોરોનાના દર્દી સ્વસ્થ થયા

જામનગર શહેરમાં 75 અને ગ્રામ્યમાં 11 તથા દ્વારકામાં 21 પોઝિટિવ કેસ નોંધાયા : જામનગરમાં 175 ગ્રામ્યમાં 93, દ્વારકામાં 22 દર્દી સ્વસ્થ થયા

- Advertisement -

ખબર-જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસથી કોરોના મહામારીના વકરી રહેલા સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, આ ઘટાડાની સાથે સાથે જિલ્લામાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 107 નવા પોઝિટિવ કેસની સામે 290 દર્દી સાજા થયા હતાં.
ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેર ઓમીક્રોનમાં સંક્રમણ અનેકગણી ઝડપી વકરી રહ્યું છે પ્રથમ અને બીજી લહેર કરતા સંક્રમિત થતા લોકોની સંખ્યા સતત વધતી જાય છે. જો કે, આ ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેમ કે આ લહેરમાં સામાન્ય લક્ષણો હોવાથી દર્દીઓ ઘરે આઈસોલેશન થઈને સારવાર કરાવ્યા બાદ સ્વસ્થ થઈ રહ્યા છે જેના કારણે દેશભરમાં ત્રીજી લહેરમાં પોઝિટિવ દર્દીનો રિકવરી રેટ વધુ છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી પરંતુ છેલ્લાં બે સપ્તાહથી આ સંક્રમિત થનારા લોકોમાં ક્રમશ: ઘટાડો થઈ રહ્યો છે. જે સારી બાબત છે પરંતુ, ત્રીજી લહેરમાં છેલ્લે-છેલ્લે પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આમ તો, 90 ટકા દર્દીઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો મૃત્યુઆંક ઉંચો જતો જાય છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 107 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેમાં જામનગર શહેરમાં 75 દર્દીઓ નવા ઉમેરાયા છે અને તેની સામે 175 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 11 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 93 દર્દીઓ સાજા થયા છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરમાં સ્થિતિ સુધારા તરફ આગળ વધી રહી છે. અહીંની કોવિડ હોસ્પિટલમાં છેલ્લાં 15 દિવસથી દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જેમાં દ્વારકામાં 8, ખંભાળિયામાં 7 તથા ભાણવડમાં 6 દર્દીઓ વધ્યા છે. જ્યારે ચાર તાલુકાના કુલ 22 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગઈકાલે કોરોનાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1,069 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular