જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતા મહિલા હોસ્ટેલમાં ફરજ બજાવતા હતાં પરંતુ હોસ્ટેલના સંચાલકે મહિલાના કામના રૂપિયા 50,490 નહીં આપી મહિલા સાથે વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની રાજ ચેમ્બર પાસે આવેલી અશ્વિન પ્રતાપભાઈ દવેની હોસ્ટેલમાં કામ કરતા અશોકબા ગિનુભા સોઢા નામના મહિલા ફરજ બજાવતા હતાં અને તેમની ફરજ દરમિયાન હોસ્ટેલના સંચાલકે તેમના કામના રૂા.50,490 ની રકમ મહિલા સાથે વિશ્વાસમાં લઇ આપી નહી. અવાર-નવાર રકમની માંગણી કરવા છતાં પૈસા નહીં આપતા આખરે મહિલાએ હોસ્ટેલના સંચાલક વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફે હોસ્ટેલના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગરના હોસ્ટેલ સંચાલક દ્વારા મહિલા સાથે છેતરપિંડી
હોસ્ટેલમાં કામ કરતા મહિલાના રૂા.50 હજાર સંચાલક ઓળવી ગયો : અવાર-નવાર માંગણી છતા રકમ ન આપી : પોલીસે સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી