Wednesday, September 11, 2024
Homeરાષ્ટ્રીયઉત્તરથી દક્ષિણ સુધી હિટવેવ

ઉત્તરથી દક્ષિણ સુધી હિટવેવ

દેશના અનેક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને પાર : કેરળમાં આકરી ગરમીથી બે વ્યકિતના મોત

- Advertisement -

મેદાની વિસ્તારોથી દક્ષિણ ભારત સુધી ઠેર-ઠેર પ્રચંડ ગરમી પડી રહી છે. ઘણા રાજયોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. યૂપી બિહારથી માંડીને પશ્ર્ચિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરલમાં ભારે ગરમીની ચપેટમાં આવી જતાં બે લોકો બિમાર થઇ ગયા અને તેમનું મોત નિપજયું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો બીજી તરફ સોલાપુરમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર જતો રહ્યો અને સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોધાયો છે. આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર વરસાદના અણસાર છે.

- Advertisement -

સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 48 કલાકમાં લદ્દાખ, જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુજફફરબાદના ઘણા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત આજે જમ્મૂ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુજફફરબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. તો બીજી તરફ ઉત્ત્મરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. અરૃણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં પણ એક-બે જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભ, મરાઠવાડા, છત્તીસગઢ, તેલંગાણા અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. તો બીજી તરફ પંજાબના ઉત્તરીય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા કરા પડી શકે છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શકયતા છે. કેરળમાં પણ હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

- Advertisement -

તો બીજી તરફ કેરળમાં આકરી ગરમીના કારણે એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. આ બંને ઘટના કન્નુર અને પલક્કડમાં બની હતી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ સુધી 12 જિલ્લાઓમાં તાપમાન મહત્ત્મમ રહેશે. પલક્કડ જિલ્લાના એલાપુલી ગામમાં રવિવારે એક 90 વર્ષીય મહિલાની નહેરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ઘરની બહાર આવ્યા બાદ ભારે ગરમીની ચપેટમાં આવી ગઇ હતી. આ દરમિયાન કન્નુર જિલ્લામાં, એક 53 વર્ષીય વ્યકિતનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તડકાની ઝપેટમાં આવી જતાં તેને ત્યાં સારવાર આપવામાં આવી રહી હતી.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. આ સિવાય સોલાપુરમાં તાપમાનનો પારો 43.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો અને તે સૌથી ગરમ સ્થળ બન્યું હતું. અહીં તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાયગઢ, મુંબઈ અને થાણે માટે હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 1.4 ડિગ્રી સેલ્સિયસ વધીને 27.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular