Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયદેશના 9 રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

દેશના 9 રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

- Advertisement -

ઉનાળો હવે તેના અસલ મિજાજમાં આવવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે દેશના 9 રાજયોમાં હિટવેવનું એલર્ટ આપ્યું છે તે પૈકી બંગાળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આકરી ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજયોમાં લુ ના થપેડા ફુકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ હિટવેવ દરમ્યાન કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટબન્સને પગલે હિમાલયના પશ્ર્ચિમ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેને પાર કરી ગયો છે. હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસમાં પૂર્વ ભારતના અનેક ભાગોમાં હીટવેવ ફૂંકાવાની આગાહી કરી છે. જોકે ઉત્તરપૂર્વ પશ્ર્ચિમ પ્રાંતમાં તો બે જ દિવસમાં ગરમી વધી જશે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં હીટવેવની સ્થિતિ જોતાં સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને એક અઠવાડિયા માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ સતત બીજા દિવસે હીટવેવ જારી રહી હતી. મોટાભાગના વેધર સ્ટેશનો પર મહત્તમ તાપમાન સામાન્યથી ઓછામાં ઓછા પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. જોકે બુધવારે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદને કારણે થોડીક રાહત મળી શકે છે.

પશ્ર્ચિમ બંગાળમાં ગંગા નદીના વિસ્તારો અને બિહારમાં આગામી ચાર દિવસમાં ગરમીનું પ્રમાણ વધશે. સિક્કિમ, ઓડિશા અને ઝારખંડમાં આગામી બે કે ત્રણ દિવસોમાં આવી સ્થિતિ રહે તેવી સંભાવના છે તેમ જણાવતાં હવામાન વિભાગે ઉમેર્યું હતું કે પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં આવી સ્થિતિ રહેવાની ધારણા છે. પશ્ર્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ મંગળવારે આકરી ગરમી નોંધાશે. પૂર્વી ઉત્તરપ્રદેશમાં પણ લોકોને આગામી બે દિવસમાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular