આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક દિપન ભદ્રન, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર વગેરે અધિકારીઓએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું તેમજ આ તકે, સેનાના જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર વડે આવકારાયા હતા. રાજ્યપાલ આવતીકાલ તા.17ના રોજ નેવલ કેન્ટોન્મેંટ વાલસુરા ખાતે નેવી દ્વારા આયોજિત પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.