જામનગરની જી. જી. હોસ્પિટલમાં ડિલેવરી વોર્ડની બહારની લોબીમાં નિંદ્રાધિન દર્દીના સગાના મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી ગયા હતાંફ જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી.
View this post on Instagram

મળતી વિગત મુજબ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ડીલેવરી વોર્ડની બહાર આવેલી લોબીમાં દર્દીના સગા આદમભાઈ ચમાડિયા નામના વ્યક્તિ સોમવારે વહેલસવારના સમયે સુતા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરે નિંદ્રાધિન રહેલા વ્યકિતનો ગેરલાભ ઉઠાવી તેના ખીસ્સામાંથી મોબાઇલો ફોન અને છ હજારની રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જો કે આ બનાવ અંગે આદમભાઈ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી તસ્કરની શોધખોળ અને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.