Thursday, May 6, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં મોબાઇલમાં લુડો ઉપર જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે

જામનગરમાં મોબાઇલમાં લુડો ઉપર જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે

રૂા.15900 નો મુદ્દામાલ કબ્જે : બે શખ્સો નાશી ગયા : પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી

- Advertisement -

આ અંગેની વિગત મુનબ જામનગર શહેરના દિ.પ્લોટ 58 વિસ્તારમાં પાણીના ટાંકા નજીક જાહેરમાં મોબાઇલ ઉપર લુડો ગેમ દ્વારા જૂગાર રમતા હોવાની હેકો નિર્મળસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, સલીમભાઈ નોયડાને મળેલી બાતમીના આધારે પેરલો ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન શૈલેષ જેન્તીભાઈ મંગે, વસંત મંગલદાસ ભદ્રા નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.15,900 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા પ્રફુલ્લ ઉર્ફે મમરો જગદીશ ભદ્રા અને વિમલ મથુરાદાસ માવ નામના બે શખ્સો નાશી ગયા હોય જેથી પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular