ઓખાના આરંભડાનો ભરણપોષણ કેસનો નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં પકડાયઇ જતાં પોલીસે તેને જેલહવાલે કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા રાજેશ લખુભાઈ રાણાભાઈ નામના 36 વર્ષના શખ્સ સામે ફેમિલી કોર્ટમાં નોંધાયેલી ફરિયાદ બાદ ખંભાળિયાની નામદાર અદાલત દ્વારા આરોપીને રૂ. 1,05,000 નું ભરણપોષણ ચૂકવવા માટેના હુકમ કર્યો હતો. જે ભરણપોષણની રકમ ચૂકવવા માટે આરોપી નિષ્ફળ જતા અદાલતે આરોપી અને 520 દિવસની સાદી કેદની સજા ફટકારી, આ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.પરંતુ સજાથી બચવા માટે ઉપરોક્ત શખ્સ નાસતો ફરતો હોય, આને અનુલક્ષીને એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ મોવરને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને ઓખા-દ્વારકા મેઈન રોડ ઉપર આવેલા એક મંદિર પાસેથી ઝડપી લઈ, આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.


