Thursday, April 18, 2024
Homeરાજ્યહાલારભાણવડના કાટકોલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ભાણવડના કાટકોલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી જુગાર સામેની કાર્યવાહીમાં ગઈકાલે મંગળવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા તથા દેવાભાઈ મોઢવાડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના કાટકોલા ગામેથી પોલીસે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા યોગેશ દાના કરમુર, દિપક કરસન કરમુર, હેમત પાલા ગાગીયા, વીરા ડોસા કરમુર અને નોંઘા દેવા કરમુર નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.12,240 રોકડા તથા ચાર નંગ મોબાઈલ ફોન તેમજ રૂા.30,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂા. 46,740 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા, દેવાભાઈ મોઢવાડિયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular