Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં બે વર્ષની સજા

ચેક રિટર્નના કેસમાં બે વર્ષની સજા

- Advertisement -

જામનગરમાં આઈ કૃપા એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરતા હરદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા પાસેથી જયદેવ ચદ્રશંકર ભટ્ટ નામના વેપારીએ સંબંધદાવે હાથ ઉછીના રૂા.1,50,000 લીધા હતાં. જેમાંથી રૂા.30000 જયદેવ ચંદ્રશંકર ભટ્ટએ હરદીપસિંહને પરત ચૂકવી આપેલ અને બાકી રહેતી રકમ રૂા.1,20,000 ની ચૂકવણી માટે બેંક ઓફ બરોડના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક હરદીપસિંહ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા ફંડ ઈનસફીશીયંટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી હરદીપસિંહ દ્વારા વકીલ મારફત જયદેવ ભટ્ટને નોટિસ મોકલી હતી. તે નોટિસ રીફયુઝડ કરેલ જેથી આઈ કૃપા એન્ટરપ્રાઈઝ વારા હરદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા એ જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર એડીશનલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટે્રટ આર બી ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી જયદેવ ચંદ્રશંકર ભટ્ટને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.1,20,000 નો દંડનો હુકમ કર્યો છે. સદર દંડની રકમ ભરવામાં આરોપી કશુર કરે તો વધુ ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular