Monday, April 21, 2025
Homeરાજ્યજામનગરધરારનગર-1 માં ગેસ સીલીન્ડર લીક થતા આગ

ધરારનગર-1 માં ગેસ સીલીન્ડર લીક થતા આગ

જામનગરમાં ધરારનગર-1માં ગેસ સિલીન્ડર લીક થતા આગની ઘટના સામે આવી હતી. જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગને કાબૂમાં લેતી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
જામનગર શહેરના ધરારનગર-1માં રહેતા જીતુભાઇ જેન્તીભાઇ વિરમગામીના ઘરમાં આજે સવારે ગેસનો બાટલો લીક થતા આગ લાગી હતી. આગને પરિણામે આસપાસના ત્રણ જેટલા ઘરોમાં પણ નુકસાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ગેસના બાટલામાં લીકેજને કારણે લાગેલી આગથી ઘરમાં રહેલી ઘરવખરી આગમાં બળીને ખાખ થઇ હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવી આ આગને સમયસર કાબુ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular