Friday, August 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં આવાસના એક મકાનમાં આગ : ઘરવખરી ખાખ - VIDEO

જામનગરમાં આવાસના એક મકાનમાં આગ : ઘરવખરી ખાખ – VIDEO

જામનગરના મયુરનગર નજીક આવેલ આવાસના મકાનમાં ગઇકાલે રાત્રીના સમયે અકસ્માતે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલીક દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

જામનગર શહેરના મયુરનગર નજીક આવેલ સાત માળીયા આવાસમાં આવેલ રહેણાંક મકાનમાં અકસ્માતે આગ લાગી હતી. આગની ઘટનાને પગલે આ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. અને આજુબાજુમાંથી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એસીમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. ફાયર વિભાગ દ્વારા લાંબી જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular