Thursday, March 28, 2024
HomeબિઝનેસStock Market Newsમંદીનો ડર, ભારતીય શેર-કરન્સીમાં મોટો કડાકો

મંદીનો ડર, ભારતીય શેર-કરન્સીમાં મોટો કડાકો

સેન્સેકસમાં 1400 અને નિફટીમાં 400 પોઇન્ટનો પ્રારંભિક કડાકો : રૂપિયો 80.12ના ઐતિહાસિક તળિયે

- Advertisement -

ફેડ ચેરમેનના વ્યાજ દર વધારાના સંકેતો બાદ ઉભી થયેલી ભયંકર મંદીની આશંકાએ શુક્રવારે અમેરિકી બજાર ગગડયા બાદ આજે સવારે ખુલતાંવેત જ ભારતીય શેરબજાર અને કરન્સીમાં કડાકો બોલી ગયો હતો. પ્રારંભમાં સેન્સેકસમાં 1400 પોઇન્ટનો કડાકો આવ્યો હતો. જ્યારે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક 80.12ની સપાટીએ પહોંચી ગયો હતો. જો કે, લેટ શેસનમાં સેન્સેકસ અને કરન્સીમાં થોડો સુધારો જોવાયો હતો.

- Advertisement -

ભારતીય શેરબજારોમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1400 અંક ઘટયો હતો. જ્યારે નિફ્ટી 400 અંક ઘટી હતી. ઉલ્લેખનીય છે કે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા પહેલાં જ શેરબજારમાં મોટી અફરાતફરી સર્જાઈ છે.
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 5.69 ટકા ઘટી 1023 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 4.49 ટકા ઘટી 1453.55 પર કારોબાર કરી રહ્યો છે, જોકે બ્રિટાનિયા 0.32 ટકા વધી 3662.00 પર કારોબાર કરી રહ્યો છે.

આર્થિક મંદી પછી અમેરિકામાં વ્યાજ દરોમાં વધારાથી રાહત ન મળવાના સંકેતના કારણે વિશ્વના બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વનો ઈશારો મળ્યા પછી ગત સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે અમેરિકાના બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી. કારોબાર શરૂ થતા પહેલા પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 1500 અંક ઘટ્યો હતો. સેશન ઓપન થયા પછી બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં ભારે ઘટાડો છે.

- Advertisement -

ફેડરલ રિઝર્વના સંકેત મળ્યા પછી શુક્રવારે અમેરિકાના બજારો ઘટ્યા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 3.03 ટકાના મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ટેક ફોકસ્ડ નેસ્ડેક કંપોઝિટમાં 3.94 ટકાનો અને એસએન્ડપી 500માં 3.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સોમવારે કારોબારમાં એશિયાઈ બજારો ઘટ્યા છે. જાપાનનો નિક્કી 2.71 ટકાના મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં 0.78 ટકા અને ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.14 ટકાનું નુકસાન જોવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular