Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડીમાં યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો

જામનગરના બેડીમાં યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો

- Advertisement -

જામનગરના બેડીમાં આવેલા સિદીકે આઝમ ચોકમાં ગત મોડીરાત્રિના સમયે એક યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ આવીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં આવેલા સિદીકે આઝમ ચોકમાં રહેતાં આસીફ ઓસમાણ માણેક (ઉ.વ.45) નામના યુવાન ઉપર ગત રાત્રિના સમયે તેના ઘરે નજીક નશામાં આવેલા લોકોના ટોળા દ્વારા કોઇ કારણસર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો. હુમલામાં ઘવાયેલા આસીફને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ એ.બી.સપીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular