જામનગર શહેર તથા ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાંથી પીજીવીસીએલની ટીમ દ્વારા 481 જેટલા વિજ જોડાણો ચકાસવામાં આવ્યા હતાં. જેમાં 83 વિજ જોડાણોમાંથી 39 લાખથી વધુનું વિજ ચોરી ઝડપી લઇ વિજ બિલ ચોરીના અંતર્ગત કાર્યવાહી કરી પુરવણી બિલ ફટકારવામાં આવ્યા હતાં.
જામનગર શહેર-જિલ્લામાં વિજ તંત્ર દ્વારા વિજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલની 23 ટુકડીઓ દ્વારા વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 165 જેટલા વિજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાંથી 31વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં 17.17 લાખના વિજ બિલો ફટકારવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 25 જેટલી ટીમો દદ્વારા હાથ ધરવામાં આવેલા વિજ ચેકિંગમાં 316 વિજ જોડાણો ચેક કરતાં 52 વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં 22.25 લાખના વિજ પુરવણી બિલ ફટકારવામાં આવ્યા હતાં. આમ કુલ 48 ટીમો દ્વારા 83 વિજ જોડાણોમાં ગેરરીતિ અંતર્ગત 39 લાખથી વધુના પુરવણી બિલ ફટકાર્યા હતાં.