Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર તથા જામજોધપુર સહિતના વિસ્તારોમાંથી 63 લાખની વીજ ચોરી ઝડપાઇ

જામનગર શહેર તથા જામજોધપુર સહિતના વિસ્તારોમાંથી 63 લાખની વીજ ચોરી ઝડપાઇ

46 જેટલી ટીમો દ્વારા બેડી, કાલાવડ નાકાબહાર તેમજ જામજોધપુર, સચાણા સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાતા 96 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ : 3 દિવસમાં હાલારમાંથી 1 કરોડની વીજ ચોરી ઝડપાઇ

- Advertisement -

પીજીવીસીએલ જામનગરની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે વિજ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં જામજોધપુર તાલુકા, સચાણા ઉપરાંત જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલ વિજ ચેકિંગમાં 96 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 63.70 લાખના વીજ બિલો ફટકારવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. પીજીવીસીેએલની કુલ 46 જેટલી ટીમો દ્વારા જામજોધપુર તાલુકા ગ્રામ્ય વિસ્તાર, સચાણા, બાલાછડી ગામ તેમજ જામનગર શહેરના બેડી, કાલાવડ નાકા બહાર તેમજ બેડેશ્ર્વર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. કુલ 506 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 96 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 63.70 લાખના વીજ બિલો ફટકારવામાં આવ્યા હતા. પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 3 દિવસથી પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં 3 દિવસમાં જામનગર સહિત હાલાર પંથકમાંથી કુલ રૂપિયા એક કરોડ જેટલી વીજ ચોરી ઝડપી લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular