Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેન હેઠળ આવી જતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી

જામનગરમાં ટ્રેન હેઠળ આવી જતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી

જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે ગઈકાલે એક વૃદ્ધ ટ્રેન હેઠળ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક નજીકના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ગઈકાલે એક વૃધ્ધ ટ્રેન હેઠળ આવી ગયા હતાં જેના કારણે વૃધ્ધને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. વૃદ્ધના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular