Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે

મહાકાલ ચોકમાં સિટી એ ડિવિઝનનો દરોડો : રૂા.11 હજારના મુદ્દામાલ સાથે શખ્સને દબોચ્યો : એક શખ્સનું નામ ખૂલ્યુ

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીકના વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.11,000 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ,ભારતમાં રમાતી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હીમાં દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈફ દરમિયાન મહાકાલ ચોકમાંથી લાલજી બાબુ કછેટિયા નામના બકાલાનો વેપાર કરતા પ્રૌઢને ઝડપી લઇ તેની પાસેથી પોલીસે રૂા.1000 ની રોકડ રકમ રૂા.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂા.11,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ સોદાઓમાં મહેબુબ (જામનગર) ની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી એએસઆઇ એન. કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular