Friday, September 13, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાં યુવાન અને વૃધ્ધનો ઝેરી દવા પી આપઘાતથી અરેરાટી

કલ્યાણપુર પંથકમાં યુવાન અને વૃધ્ધનો ઝેરી દવા પી આપઘાતથી અરેરાટી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતાં વૃધ્ધે ઝેરી દવા પી ને આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતાં ભીખુભાઈ મંડોરા (ઉ.વ.30) નામના યુવાને કોઇપણ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતાં જમનભાઈ રૂડાભાઈ પરમાર (ઉ.વ.63) નામના વૃધ્ધે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular