Friday, March 29, 2024
HomeવિડિઓViral Videoનશામાં ધુત ડ્રાઈવરે કાર રીવર્સ ચલાવતા દુકાનો અને લોકોને કચડી નાખ્યા :...

નશામાં ધુત ડ્રાઈવરે કાર રીવર્સ ચલાવતા દુકાનો અને લોકોને કચડી નાખ્યા : જુઓ CCTV

- Advertisement -

પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવડમાં એક હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. અહીં એક નશામાં ધૂત વ્યક્તિએ પોતાની કાર આગળના બદલે પાછળના ગિયરમાં હંકારી હતી. કારની ટક્કરથી એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે શાકભાજી વેચનારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

- Advertisement -

સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ઝડપી કાર રિવર્સમાં આવે છે અને પહેલા વડાપાવના સ્ટોલને ટક્કર મારે છે. આ પછી, તે બીજી દિશામાં જાય છે અને નજીકમાં ઉભેલા શાકભાજી વેચનાર અને એક મહિલાને ઠોકર મારે છે. ઘાયલ વ્યક્તિએ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular