Thursday, May 22, 2025
Homeરાજ્યગુજરાતજામનગરમાં બ્લેક આઉટ જાહેર કરતા જીલ્લા કલેકટર - VIDEO

જામનગરમાં બ્લેક આઉટ જાહેર કરતા જીલ્લા કલેકટર – VIDEO

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે તા.10-5-2025 ના રોજ રાત્રીના 8:00 કલાક થી આવતીકાલ તા.11-05-2025 સવારે 6:00 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાંઆવ્યોછે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular