દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાણવડ તાલુકામાં ગઈકાલે હળવા તથા ભારે ઝાપટા રૂપે 24 મીલીમીટર, જ્યારે દ્વારકા તાલુકામાં 18 મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં 12 મીલીમીટર ત્યારે ખંભાળિયા તાલુકામાં માત્ર 9 મીલીમીટર વરસાદ વરસ્યાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 1451 મીલીમીટર, દ્વારકામાં 773, કલ્યાણપુરમાં 698 અને ભાણવડ તાલુકામાં 567 મીલીમીટર નોંધાયો છે.
આ વરસાદના પગલે ખેતીના પાકમાં નોંધપાત્ર ફાયદા સાથે જળ સ્ત્રોતોમાં પણ વધારો થયો છે. ખંભાળિયા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગતરાત્રિ પછી આજે સવાર સુધી મહદ અંશે મેઘ વિરામ રહ્યો હતો.