Sunday, December 10, 2023
Homeરાજ્યજામનગરમૂર્છિત બનેલા વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી

મૂર્છિત બનેલા વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી

- Advertisement -

દ્વારકા તાલુકાના લાલસિંગપુર ગામે રહેતા હાડાભા ભારાભા માણેક નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના પિતા ભારાભા માણેક ગત તારીખ 19 ઓગસ્ટના રોજ દેવપરા ગામ નજીક પોતાની ગાયો ચરાવવા ગયા હતા. ત્યાં તેમને અચાનક ચક્કર આવી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ કોઈ શખ્સે તેમના ખિસ્સામાં રહેલો રૂપિયા 15,000 ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરીને લઈ જતા આ બનાવ અંગે હાડાભા માણેક દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular