જામનગરની જીજી હોસ્પિટલમાં રાજકોટના એક વ્યક્તિએ 34 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ જીંદગી સામે જંગ મેળવ્યો છે. આ દર્દીને કોરોના થયો હોય અને તેના 80% ફેફસાં ચેપગ્રસ્ત બન્યા હોવાથી તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમાં અતિ ગંભીર કહી શકાય તેવા સાયટોકાઇન સ્ટ્રોમના પણ લક્ષણો જોવા મળ્યા હતા છતાં પણ તેઓએ હિંમત કરી અને સાથે સાથે ડોકટરોની જહેમત બાદ નવું જીવન મેળવ્યું છે.
જમનાદાસ આર. પરમાર જે એક નિવૃત શિક્ષક અને પ્રિન્સીપાલ હોય અને રાજકોટ જીલ્લાના જેતપુર શહેરના રહેવાસીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેના 80 % જેટલા ફેફસાને કોરોનાએ સંક્રમિત કરી દિધા હતા. બાદમાં તેઓને ગુરુ ગોબિંદસિંગ સરકારો હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા.
પરંતુ તેમને ઓક્સીજન સપોર્ટ આપ્યા બાદ પણ તેમની પરિસ્થિતિ દિવસ ર માં તો એટલી બગડી કે તેમને ICU માં BIPAP પર મુકવાની જરૂર પડી. જે મશીન દર્દીને અનુકુળ થવામાં ખુબજ મુશ્કેલી પડતા દર્દીને ઘેનમાં રાખવાની પરિસ્થિતિ સર્જાયેલ જેથી દર્દીને પુરતો ઓક્શિજન મળતો રહે તેમ છતાં દર્દીની પરિસ્થિતિમાં કોઈ સુધારો ન દેખાતા વધુ રિપોર્ટ કરવામાં આવતા દર્દોના શરીરમાં સાયટોકાઇન સ્ટોર્મ નામની અત્યંત ગંભીર પ્રક્રિયા જે કોરોનાના સંક્રમણ ને લીધે થતી હોય છે તે હોવાનું સામે આવતા જ હોસ્પીટલના અનુભવી તબીબો દ્વારા તેમને તે મુજબની સારવાર ચાલુ કરવામાં આવી. જેને પરિણામે દર્દોની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા માંડ્યો અને કુલ ૨૦ દિવસ ICU માં વિતાવ્યા બાદ આખરે દદીને બીજા વોર્ડમાં ઓક્સિજન સપોર્ટ સાથે મુકવામાં આવ્યા હતા. કુલ ૩૪ દિવસ બાદ તમામ પ્રકારનું જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી.
આ તમામ સારવારમાં ડો એસ.એસ.ચેટરજી, ડો ભુપેન્દ્ર ગોસ્વામી ,ડો સ્નેહા વઢવાણા અને તેમની તમામ રેસીડેન્ટ ડોક્ટર્સ ટીમ ઉપરાંત કોવીડ હોસ્પીટલના તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી. જે બદલ દર્દો તેમજ તેમના બધા પરિવારજનો એ બધાનો આભાર વ્યક્ત કરેલ હતો.
જાણો શુ છે સાયટોકાઇન સ્ટોર્મ
સાયટોકાઇન શરીરમાં હાજર પ્રોટીનનો છે અને તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ચિકિત્સકોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ તે સ્વસ્થ કોશિકાઓ પર હુમલો કરે છે અને ઝડપથી તેનો નાશ કરવાના હેતુથી તેની કોપીલિસ્ટ બની જાય છે. રોગપ્રતિકારક શક્તિ એ સાયટોકાઇનને સંકેત આપે છે કે જે સૂચવે છે કે વાયરસ શરીરમાં પ્રવેશ્યો છે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ મોટી સંખ્યામાં સાયટોકાઇન ઉત્પન્ન કરે છે. જેને સાયટોકાઇન સ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. જે ફેફસાંના તંદુરસ્ત કોષોની સંખ્યા વધુ હોવાને કારણે તે નાશ કરવાનું પણ શરૂ કરે છે.