Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરજામનગરના ગુલાબનગરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

જામનગરના ગુલાબનગરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આઈપીએલ 20-20 ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને એલસીબીની ટીમે દબોચી લીધો હતો.
દરોડાની વિગત મુજબ અમદાવાદ ખાતે ટાટા આઈપીએલ 2023 ટૂર્નામેન્ટમાં સોમવારે ગુજરાત ટાઇટન્સ તથા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાતી 20-20 ફાઈનલ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની એલસીબીને મળેલી બાતીના આધારે જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી ભરત દ્વારકાદાસ દાવડા નામના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી રૂા.6000 ની રોકડ રકમ, રૂા.5000 નો મોબાઇલ ફોન મળી કુલ રૂા.11000 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગારની કપાત ભરત ઉર્ફે ભજી પાસે કરાવતો હોવાની કેફીયત આપતા એલસીબીએ ભરતની ધરપકડ કરી બે શખ્સો વિરૂધ્ધ સીટી બી ડીવીઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular