Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરએસઓજી પોલીસના નામે એજન્ટ સાથે છેતરપિંડીનો પ્રયાસ

એસઓજી પોલીસના નામે એજન્ટ સાથે છેતરપિંડીનો પ્રયાસ

મહેશ જાડેજાના નામની એસઓજી પોલીસ તરીકેની ઓળખ : રાજકોટ - દિલ્હી ફલાઈટની 11 ટીકીટ બુક કરાવવા ધમકી : પોલીસ દ્વારા મોબાઇલધારક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગરના રણજીત રોડ પર રતનબાઇની મસ્જિદ સામેની શેરીમાં રહેતાં અને ટ્રાવેલ એજન્ટનો વ્યવસાય કરતાં યુવાનને એસઓજી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રાજકોટ – દિલ્હી ફલાઈટની 11 ટીકીટ બુક કરાવવાનું કહી એજન્ટને અપશબ્દો બોલી ધમકી આપી ઠગાઈ કરવાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લોકોને બેવકુફ બનાવી છેતરપિંડી આચરવાના નવતર પ્રયોગો થઈ રહ્યા છે. યેનકેન પ્રકારે લોકોને વિશ્ર્વાસમાં લઇ છેતરપિંડી આચરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં જ જામનગરમાં પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડીના બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. જેમાં જામનગર શહેરના રણજીત રોડ પર રતનબાઇની મસ્જિદ સામેની શેરીમાં રહેતા ટ્રાવેલ્સ એજન્ટ તરીકે વ્યવસાય કરતા ઔરંગઝેબ બસીરભાઈ એરંડિયા નામના યુવાનને ગત તા.10 ના રોજ બપોરના સમયે 79847 35858 નંબર પરથી મહેશ જાડેજા નામની વ્યક્તિ એ ફોન કરીને પોતે એસઓજી પોલીસ જામનગર હોવાની ખોટી ઓળખ આપી રાજકોટ-દિલ્હી ફલાઇટની 11 ટીકીટ બુકીંગ કરવાનું કહ્યું હતું. જેથી એજન્ટે રૂા.1,35,000 ટ્રાન્સફર કરી આપવાનું કહ્યું હતું.

જ્યારે પોલીસ તરીકે ઓળખ આપનાર મહેશ જાડેજાએ વોટસએપ કરેલ બારકોડ સ્કેનર સ્કેન કરી એકાઉન્ટમાં રૂા.1,35,000 ટ્રાન્સફર કરી દીયો બાદમાં હું તમારા એકાઉન્ટમાં રૂા.1,50,000 ટ્રાન્સફર કરી આપીશ તેમ જણાવતા એજન્ટે પૈસા ટ્રાન્સફર કરવાની ના પાડતા પોલીસની ઓળખ આપનારે વોટસએપ મેસેજ તથા ટેલિફોનિક વાતચીત દરમિયાન એજન્ટને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે એજન્ટે મોબાઇલ નંબર ધારક મહેશ જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular