Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પટેલ કોલોનીમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે

જામનગરના પટેલ કોલોનીમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે

એલસીબીએ બાતમીના આધારે દબોચ્યો : રૂા.9920 ના મુદ્દામાલ કબ્જે : મહેસાણાના શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ફોન પર આઈપીએલમાં મુંબઇ ઈન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચના પ્રસારણ ઉપર ક્રિકેટનો ડબ્બો ચલાવતા શખ્સને એલસીબીની ટીમે રૂા.9920 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, આઇપીએલ 2024 ની સીઝન શરૂ થતા જ સટો રમાડતા શખ્સોની સીઝન શરૂ થઈ ગઈ છે. દેશભરમાં અબજો રૂપિયાનો સટ્ટો આઈપીએલમાં રમાતો હોય છે. ત્યારે જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.10 મા રહેતા શખ્સ દ્વારા જાહેરમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની હેકો મયુદ્દીન સૈયદ, અરજણ કોડીયાતર, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પટેલ કોલોની 10 માંથી અમિત દિનેશ હંસોરા નામનો શખ્સ મોબાઇલો ફોનમાં એએલએલ નામની એપ્લીકેશન દ્વારા મુંબઇ ઈન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના લાઈવ સ્કોર ઉપર પૈસાની હારજીત કરી ડબ્બો રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.4920 ની રોકડરકમ, રૂા.5000નો મોબાઇલ મળી કુલ રૂા. 9920 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

એલસીબીએ રેઇડ દરમિયાન અમિતને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ એપ્લીકેશન ચાલુ કરાવી આપનાર મહેશાણાના રોનકભાઈનું નામ ખુલ્યું હતુ. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular