Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બેકારીથી કંટાળી યુવાનની આત્મહત્યા

જામનગર શહેરમાં બેકારીથી કંટાળી યુવાનની આત્મહત્યા

કોઇ સરખો કામ-ધંધો મળતો નહતો: ચિંતામાં ઘરે ગળેફાંસો ખાઈ આયખુ ટૂંકાવ્યું : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં યુવકે કોઇ કામ ધંધો ન મળતો હોવાથી બેકારીના કારણે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટી શેરી નં.8 બી માં રહેતાં ઈશ્ર્વરલાલ ડાયાલાલ મકવાણા નામના સિકયોરીટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધનો પુત્ર કેતનકુમાર ઈશ્ર્વરલાલ મકવાણા (ઉ.વ.24) નામના યુવકને કોઇ સરખો કામ ધંધો મળતો ન હતો. જેના કારણે બેકારીની અવાર-નવાર ચિંતા કરતો હોય. જે બાબતનું મનમાં લાગી આવતા સોમવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમના છતના હુંકમાં ઓછાળ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular