Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરનારણપર નજીક સ્વીફટ કારે ઠોકરે ચડાવતા દંપતીના મોતથી અરેરાટી

નારણપર નજીક સ્વીફટ કારે ઠોકરે ચડાવતા દંપતીના મોતથી અરેરાટી

જામનગરથી નારણપર જતા સમયે રવિવારે મધ્યરાત્રિના અકસ્માત : પત્નીનું ઘટનાસ્થળે અને પતિનું સારવાર દરમિયાન મોત: સ્વીફટ કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના નારણપર ગામ નજીક આવેલી હોટલ પાસે ગત મધ્યરાત્રિના સમયે હોટલ પાસેથી પસાર થતા બાઈકસવારને પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી સ્વીફટ કારના ચાલકે ઠોકરે ચડાવતા બાઈકસવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતાં અને ખેતી કરતા જયેશભાઇ ફલિયા નામના યુવાન રવિવારે મધ્યરાત્રિના સમયે જામનગરમાં ગ્રીનસિટી વિસ્તારમાં રહેતાં તેના કુટુંબીના ઘરેથી પરત તેના ગામ જતા હતાં. તે દરમિયાન નારણપર ગામની ગોલાઈ પાસે પહોંચ્યા ત્યારે પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-એનકે-2641 નંબરની સ્વીફટકારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા દંપતી ત્રીસેક ફુટ સુધી ઢસડાયા હતાં અને આ અકસ્માતમાં જયેશભાઈના પત્ની કાજલબેનનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક જયેશભાઈને ગંભીર ઇજા પહોંચતા બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું પણ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

દરમિયાન બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો હોસ્પિટલે પહોંચી આવ્યા હતાં અને આ બનાવ અંગેની જાણ કરાતા એએસઆઇ એમ.એલ. જાડેજા અને સ્ટાફ ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી આવ્યો હતો. બનાવ અંગે મનોજભાઈના નિવેદનના આધારે પોલીસે સ્વીફટ કારચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular