Thursday, July 17, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોરોના: નાના ધંધાર્થીઓ પરનો પ્રભાવ, બેરોજગારીની અસરો આગળ ઉપર જોવા મળશે

કોરોના: નાના ધંધાર્થીઓ પરનો પ્રભાવ, બેરોજગારીની અસરો આગળ ઉપર જોવા મળશે

દેશનો છૂટક ગ્રાહક આર્થિક ખેંચ ભોગવે છે: ફીચ

કોરોનાની અસરના પડકારો દેશની કોમર્શિઅલ બેન્કોમાં આગામી નાણાં વર્ષમાં જોવા મળશે. એસેટ કવોલિટીના જોખમો સપાટી પર આવવા સાથે દેશની બેન્કો સામે પડકારો શરૂ થશે એમ ફીચ રેટિંગ્સે જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિના એટલે કે ડિસેમ્બર 2020 માટે બેન્કોમાં નબળી લોન્સની માત્રા નીચી જોવા મળી છે. રાહતના પગલાં તથા મોટા રાઈટ-ઓફ્ફસને કારણે લોન્સ નબળી પડવાની માત્રા નીચી રહી છે.

- Advertisement -

ભારતના અર્થતંત્રને પડેલો મોટો ફટકો તથા નાના વેપાર ગૃહોને લાગેલા આંચકા ઉપરાંત બેરોજગારીના ઊંચા આંકને કારણે ખાનગી ઉપભોગમાં ઘટાડાની બેન્કોની બેલેન્સ શીટસ પર સંપૂર્ણ અસર હજુ જોવા મળી નથી, એમ રેટિંગ એજન્સી દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. ભારતની બેન્કો ખાસ કરીને સરકારી બેન્કો જોખમ લેવાનું ટાળી રહી છે જે તેમની નબળી ધિરાણ વૃદ્ધિ પરથી જણાય આવે છે. નાણાં વર્ષ 2021-22 માટે ભારતની બેન્કોનું આઉટલુક સાધારણ નબળું રહેવા પોતે ધારણાં રાખી રહી છે.

નવા વેપાર માટે સાધારણ અપેક્ષા તથા કથળતી જતી એસેટ કવોલિટીને ધ્યાનમાં રાખી પોતાનો આ મત આવી પડયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા તેની બેન્કોમાં નાણાંની ઠાલવણીની ઓછી માત્રાને પરિણામે બેન્કોમાં જોખમ નહીં ખેડવાનું પ્રમાણ ઘણું જ ઊંચુ રહેશે.

- Advertisement -

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતની બેન્કોની નબળી પડેલી લોન્સનું પ્રમાણ સાધારણ ઘટી 7.20 ટકા રહ્યું છે. જોકે કોરોનાને કારણે બેન્કો પર આવી પડેલી તાણનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. કોર્ટની દરમિયાનગીરી તથા રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલી રાહતોને કારણે બેન્કો પર કોરોનાની અસર કેવી પડી છે તે હજુ અસ્પષ્ટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular