Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગરરાત્રિના પાર્ક કરેલ ટ્રક પાછળ અથડાતા કારચાલકનું મોત

રાત્રિના પાર્ક કરેલ ટ્રક પાછળ અથડાતા કારચાલકનું મોત

જામનગરથી રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ નજીક રોડ પર બેફિકરાઇપૂર્વક પાર્ક કરેલા ટ્રક પાછળ રાત્રિના સમયે આવી રહેલી ક્રેટા કાર ધડાકાભેર અથડાતા કારચાલક પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ રાજકોટના સંત કબીર રોડ પર આવેલા કનકનગર વિસ્તારમાં રહેતા વિશાલભાઇ દિનેશભાઇ ગોહિલ ગત્ તા. 28ના રોજ રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં તેની જીજે12 ઇઇ 1907 નંબરની ક્રેટા કાર લઇને જામનગરથી રાજકોટ તેના ઘર તરફ જતા હતા ત્યારે ફલ્લા પાસેના રોડ પર પહોંચ્યા ત્યારે રોડ ઉપર બેફિકરાઇપૂર્વક પાર્ક કરેલ જીજે04 એડબલ્યુ 9247 નંબરના ટ્રક પાછળ ક્રેટા કાર અથડાતા આ અકસ્માતમાં ચાલક વિશાલભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર શ્યામભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જી.કે.જાડેજા તથા સ્ટાફે ટ્રકચાલક ઇનાયત ઓંધિયા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular