સંવિધાન દિવસ અંતર્ગત જામનગર શહેર કોંગ્રેસ દ્વારા લીમડા લાઇન કોંગ્રેસ કાર્યાલયથી લાલબંગલા સર્કલ સુધી માર્ચ યોજાઇ હતી. ત્યારબાદ લાલબંગલા સર્કલ પાસે આવેલ સંવિધાનના રચીતા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા હતાં. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


