Thursday, June 17, 2021
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતા

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતા

નહી ચાલે કોવેકિસન કે સ્પુતનિક-V, ફરીથી લેવી પડશે વેકિસન

- Advertisement -

કોરોના મહામારી દરમિયાન અમેરિકી યુનિવર્સિટીઝની કોરોના વેક્સિનેશન નીતિએ ભારત સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. અમેરિકી વિશ્વવિદ્યાલયોએ ભારતમાં કોવેક્સિન કે સ્પુતનિક-વી વેક્સિન લીધી હોય તેવા ભારતીય વિદ્યાર્થીઓને ફરી વેક્સિન લેવા માટે કહ્યું છે. 

- Advertisement -

અમેરિકાના તમામ વિશ્વવિદ્યાલયો એવા વિદ્યાર્થીઓને ફરી વેક્સિનેશન માટે કહી રહ્યા છે જેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની મંજૂરી ન મળી હોય તેવી વેક્સિન લીધી હોય. તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન કે રશિયાની સ્પુતનિક-વી વેક્સિન લીધી છે.

અમેરિકી યુનિવર્સિટી આ વેક્સિનની પ્રભાવકારકતા અને સુરક્ષા મુદ્દે ડેટાના અભાવને તેનું કારણ ગણાવે છે. સંબંધિત વિદ્યાર્થીઓને શરદ ઋતુમાં સેમેસ્ટર શરૂ થાય તે પહેલા ફરી વેક્સિનેશન માટે કહેવામાં આવી રહ્યું છે.  

- Advertisement -

યુનિવર્સિટીઝના આ આદેશ બાદ વિદ્યાર્થીઓ 2 અલગ-અલગ વેક્સિન લેવાથી સુરક્ષાને લઈ ચિંતિત છે. વિદ્યાર્થીઓની આ ચિંતા મુદ્દે અમેરિકન સીડીસીના પ્રવક્તા ક્રિસ્ટન નોર્ડલંડે જણાવ્યું કે, ‘કોવિડ-19 વેક્સિન ઈન્ટરચેન્જેબલ ન હોવાથી 2 અલગ-અલગ વેક્સિન લેવાથી સુરક્ષા અને પ્રભાવશીલતાનો અભ્યાસ નથી કરવામાં આવ્યો.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular