Saturday, April 20, 2024
Homeરાજ્યભાટીયામાં કુરિયર કંપનીના પાર્સલની ચોરી સબબ ફરિયાદ: શકદાર તરીકે કર્મચારીનું નામ

ભાટીયામાં કુરિયર કંપનીના પાર્સલની ચોરી સબબ ફરિયાદ: શકદાર તરીકે કર્મચારીનું નામ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને ગોરડીયા એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કુરિયર સર્વિસનું કામ કરતાં પારસભાઈ દેવાભાઈ ગોરડીયા ગામના યુવાનને ફ્લિપકાર્ટ કંપની દ્વારા ગત મે માસમાં ગ્રાહકને સર્વિસ માટે મોકલવામાં આવેલા જુદાજુદા ચાર પાર્સલો ચોરી થવા સબબની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફ્લિપકાર્ટ કંપનીએ ગત મે માસમાં મોકલેલા અને ગ્રાહકોએ ના સ્વીકારેલા જુદાજુદા ચાર પાર્સલો કે જેની કિંમત રૂા.7,499, રૂા. 469, રૂા. 1,399 અને રૂા. 525 હતી, તે પાર્સલોની ચોરી થવા પામી હતી.

આમ, કુલ રૂપિયા 9,892 ની કિંમતના ઉપરોક્ત પાર્સલો કુરિયર સર્વિસ કંપનીમાં કામ કરતા ડીલેવરી બોય એવા ભાટિયાના રહીશ વિજય અરજણ આંબલીયાના કામના સમય દરમિયાન ચોરી થતા ઉપરોક્ત શખ્સ દ્વારા આ પાર્સલની ચોરી થયાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

આ પ્રકરણ કલ્યાણપુર પોલીસે પારસકુમાર ગોરડીયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 381 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular