Friday, April 26, 2024
Homeરાજ્યહાલારદુષ્કર્મનો ભોગ બનેલ મહિલાની ફરિયાદ ન સાંભળતા અદાલતમાં રાવ

દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાની ફરિયાદ ન સાંભળતા અદાલતમાં રાવ

એસ.પી.ને તપાસ કરી અને જવાબદાર સામે પગલાં લેવા આદેશ

- Advertisement -

જામનગર જીલ્લામાં વસવાટ કરતા ભોગબનનાર મહીલા કે જેઓ ચારણ જ્ઞાતીના હોય અને અભણ વ્યક્તિ હોય, તેમને તેના જ ગામના અને જ્ઞાતીના આરોપીઓ ચાપરાજ હજાણી, જયદેવ મેરા, નાગસુર હાજાણી, મારગુણ હાજાણી, બુધાભાઈ હાજાણી, દેપાડ હાજાણી વિરૂધ્ધ સીકકા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં તા.23/2/2023ના રોજ ભોગબનનાર જયારે ભેંસ ચરાવવા ગયા હતા ત્યારે આરોપી ચાપરાજ ભીખાભાઈ હાજાણી એક મોટરકારમાં આવેલ અને તેમના સાથે બિજા અન્ય આરોપીઓ પણ સાથે હાજર હતા, આ આરોપીઓ પૈકી ચાપરાજે ભોગબનનારને રોકેલ અને તેમના સાથે લગ્ન કરવા માટે સાથે આવવા માટે દબાણ કર્યું હતું. જેથી આ ભોગબનારે ચાપરાજને જણાવેલ કે, તેઓ પહેલાથી વૈવાહીત છે અને તેમના પિતા પણ હાલ તેમના પતી સાથે વસવાટ કરે છે, તેમ જણાવતા આ આરોપી ચાપરાજે ધમકી આપેલ કે, તું તેના સાથે છુટાછેડા લઈ લે હું તને પ્રેમ કરૂ છું તેમ કહી અને ભોગબનનારે રોક્તા ગાડીમાંથી અન્ય આરોપીઓ બહાર આવી અને આ ચાપરાજ ત્થા અન્ય આરોપીઓએ આ ભોગ બનનારને તેમની મરજી વિરૂધ્ધ કીડનેપ કરી અને ગાડીમાં બેસાડી અને ગાડીમાં તેમને ચાપરાજે છરી બતાવેલ અને અવાજ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કોઈ વાડીમાં લઈ ગયેલ અને ત્યાં ભોગબનનારને ગોંધી રાખેલ, અને આ ચાપરાજે તેમના સાથે તેમની મરજી વિરૂધ્ધ શ2ીર સંબંધ બાંધી અને દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમ્યાન ભોગબનનારના વાલી દ્વારા તેમની પુત્રી ગુમ થઈ ગયેલ હોવાની સીકા પોલીસ સ્ટેશનને જાણ કરતા આરોપીઓને સીકકા પોલીસ સ્ટેશને બોલાવેલ અને આ દરમયાન ભોગ બનનાર આરોપીઓ સાથે આવતા રસ્તામાં આરોપીઓએ ભોગ બનનારને ધમકી આપેલ કે, તારા સાથે જે થયું તે વાત કરીશ પોલીસને તો જામીન લઈ લેશું અને ત્યારબાદ તારા પરીવારને પતાવી દેશું તેવી ધમકી આપતા ભોગબનારે તેમના સાથે કોઈ બળજબરી થયેલ ન હોવાનું જણાવેલ, અને ત્યારબાદ ભોગબનનારને ઘરે લઈ આવેલ અને આ દરમ્યાન પ2ીવારે સાથે મળી પુછતા તેમના સાથે જે જે થયેલ તે તમામ હકિક્ત જણાવેલ હતી.

- Advertisement -

તેમના પરીવાર સાથે મળી અને સીકકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરીયાદ કરવા અરજી કરી હતી. તેમાં આરોપીઓને પોલીસે બોલાવેલ અને આ આરોપીઓએ પોલીસને જણાવેલ કે, આ ભોગ બનનારે મારા સાથે લગ્ન કરેલ છે અને તે અંગેના લખાણ પણ થયેલ છે, જેના સામે ભોગબનાનારે કહેલ કે, અમો અભણ છીએ અમારા સાથે બળજબરી કરી અને અમારા પાસ અંગુઠાઓ કરાવી લીધેલ છે, અને છરીની અણીએ અને ધમકીઓ આપી અને આ કાર્યવાહીઓ કરી છે, તેમ જણાવતા પોલીસે કોઈ વાત સાંભળેલ નહી, અને ભોગબનાાર અને તેમના પરીવારને હડધુત કરી અને ફ2ીયાદ લીધી નહી, જેથી ભોગબનાર દ્વારા અદાલતમાં પોલીસે પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ હોય, અને આરોપીઓએ તેમના સાથે આ રીતે બળજબરી કરેલ હોય, બળાત્કાર કરેલ હોય અને જાનથી મા2ી નાખવાની ધમકીઓ આપેલ હોવાની પ્રાઈવેટ ફરીયાદ દાખલ કરેલ, જેમાં નામ઼અદાલતે પોલીસને રીપોર્ટ રજુ કરવા જણાવેલ જેમાં દલીલો થયેલ અને ત્યારબાદ કેશમાં ભોગબનનાર તરફે થયેલ દલીલો માન્ય રાખી હુકમ ક2ેલ કે, સીકકા પોલીસ સ્ટેશને ફરીયાદીની અરજી મુજબ આરોપીઓ સામે એફ.આઈ.આર. દાખલ કરવી ત્થા સીકકા પોલીસ ધ્વારા પોતાની ફરજ બજાવલે ન હાયે, અને ફરીયાદીની ફરીયાદ લીધલે ન હાયે તે અંગે એસ.પી.એ તપાસ હાથ ધરી અને જવાબદાર સામે પગલાઓ લેવા તેવો હુકમ ફરમાવેલ અને આ હુકમ અન્વયે સીકકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની ફરીયાદ લેવામાં આવી હતી. આ કેશમાં ભોગબનનાર ફ2ીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્થા નિતેષ મુછડીયા રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular