Sunday, October 13, 2024
Homeરાજ્યજામજોધપુરમાં નરાધમ દુકાનદાર દ્વારા માસુમ બાળકી સાથે અડપલા

જામજોધપુરમાં નરાધમ દુકાનદાર દ્વારા માસુમ બાળકી સાથે અડપલા

વસ્તુ લેવા આવેલી બાળકીનો હાથ પકડી ઘરમાં લઇ ગયો: અડપલા કરતા બાળકીએ બુમાબુમ કરી : બાળકીના પિતા દ્વારા દુકાનદાર વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

જામજોધપુરમાં ઘાંસના ગોડાઉન પાસેના આવેલી દુકાન ચીજવસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકીને નરાધમ દુકાનદારે હાથ પકડી ઘરમાં લઇ જઇ શારીરિક અડપલા કર્યાના બનાવમાં પોલીસે દુકાનદાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં ઘાસના ગોડાઉન નજીક આવેલી દુકાને સોમવારે સવારના સમયે ગામમાં રહેતી 11 વર્ષની બાળકી ચીજવસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન નરાધમ દુકાનદાર ચંદુ નાથા ચાવડા નામના શખ્સે બાળકી ઉપર નજર બગાડી ગેરલાભ ઉઠાવી બાળકીનો હાથ પકડી ઘરમાં લઇ જઇ શારીરિક અડપલા કરતાં બાળકીએ બુમાબુમ કરી હતી. ત્યારબાદ ભયભિત થયેલી બાળકીએ તેણીના માતા-પિતાને આ અંગેની જાણ કરી હતી. જેથી ભોગ બનનાર બાળકીના પિતા એ પોલીસમાં જાણ કરતા ઈન્ચાર્જ પીઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફે નરાધમ દુકાનદાર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular