Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતધંધામાં નુકસાની: એપ્રિલ-નવે.માં ગુજરાતમાં મોબાઇલ અને બ્રોડબેન્ડના ગ્રાહકોમાં મોટો ઘટાડો

ધંધામાં નુકસાની: એપ્રિલ-નવે.માં ગુજરાતમાં મોબાઇલ અને બ્રોડબેન્ડના ગ્રાહકોમાં મોટો ઘટાડો

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં કોરોના અને લોકડાઉનના કારણે ઘણાં બધાં વ્યવસાયોમાં મોટી નુકસાની ગઇ છે. બેરોજગારી, રોજગારીમાં ઘટાડો તથા લોકડાઉન જેવાં કારણોસર લાખો લોકોના ખિસ્સા ખાલી થઇ ગયા હતા. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં ટેલીકોમ કંપનીઓને પણ માર પડયો છે.

- Advertisement -

ટ્રાઇ દ્વારા સમગ્ર ગુજરાતનો મોબાઇલ તેમજ બ્રોડ બેન્ડના ગ્રાહકોનો, એપ્રિલથી નવે. 2020 સુધીનો માસીક ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ ડેટા જણાવે છે, રાજયમાં આ સમયગાળા દરમ્યાન મોબાઇલના 3,58,000 હજાર થી વધુ અને બ્રોડ બેન્ડના 36,000થી વધુ ગ્રાહકો ઘટી ગયા હતા. મોબાઇલની વાત કરીએ તો માત્ર એક એપ્રિલ મહિનામાં જ 11,00,000થી વધુ ગ્રાહકો ઘટી ગયા હતા.મે મહિનામાં પણ 6લાખથી વધુ ગ્રાહકો મોબાઇલથી દૂર રહ્યા હતા.આ ઉપરાંત ગત્ સપ્ટેમ્બર મહિનામાં પણ 2,60,000થી વધુ ગ્રાહકો નાણાંભીડને કારણે મોબાઇલનો ઉપયોગ કરતા ન હતા.

બ્રોડ બે્ન્ડની વાત કરીએ તો સૌથી વધુ એપ્રિલ મહિનામાં 50,000થી વધુ જોડાણો બંધ થઇ ગયા હતા. આ ઉપરાંત જુલાઇ મહિનામાં 6000થી વધુ બ્રોડ બેન્ડ કનેકશન રદ થયા હતા. એ જ રીતે ફરી નવેમ્બર 2020માં 2,500 જેટલા ગ્રાહકોને બ્રોડ બેન્ડને ટાટા કહી દીધું હતું.

- Advertisement -

જોકે, દિવાળીના પર્વ સમયે મોબાઇલ ધારકો અને બ્રોડ બેન્ડ ધારકોની સંખ્યામાં થોડો ઉછાળો આવ્યો હતો. પરંતુ એકંદરે 2020ના આ પાછલાં 9 મહિના દરમ્યાન ટેલિકોમ કંપનીઓએ મોટી નુકસાની સહન કરવી પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular