Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

જામનગર શહેરમાં યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

હનુમાન ટેકરી વિસ્તારમાં બોલાચાલીમાં વચ્ચે પડેલા ગૌતમ ઉપર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતથી બનાવ હત્યામાં પલ્ટાયો : હત્યારો હાથવેંતમાં

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા જૂના મકાને જતાં હતાં ત્યારે રસ્તામાં એક શખ્સે આંતરીને યુવક સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ છરી વડે જીવલેણ હુમલો કરતા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

- Advertisement -

2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વહીવટી અને પોલીસ વિભાગ વ્યસ્ત છે. ત્યારે જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.7 રામાપીરના મંદિરવાળી શેરી વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે ગુંડા દિનેશભાઈ સિંગરખીયા (ઉ.વ.22) નામનો યુવક સોમવારે રાત્રિના સમયે તેના મિત્ર રમા ફફલ સાથે તેના જૂના મકાને જતાં હતાં ત્યારે હનુમાન ટેકરી મેલડી માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ નામના શખ્સ કોઇ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો તે દરમિયાન ગૌતમે વચ્ચે પડી છોડાવવા જતા ગૌતમ સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાઈને છરીનો એક ઘા ડાબા કાન પાછળ અને બીજો જીવલેણ ઘા ડાબા પડખામાં ઝીંકયો હતો. જીવલેણ હુમલાથી ઘવાયેલા ગૌતમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

બનાવની જાણ થતા પીઆઇ પી.એલ. વાઘેલા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. મૃતકના ભાઈ નિતીનના નિવેદનના આધારે હિતેશ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં મૃતક વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular