Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આ 39 બેઠકો પર ભાજપના ઉમેદવારો બીનહરીફ

ગુજરાતમાં આ 39 બેઠકો પર ભાજપના ઉમેદવારો બીનહરીફ

- Advertisement -

ગુજરાતભરમાં જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની પુરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ભાજપ માટે એક સારા સમાચાર છે કે ગુજરાતની નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા જ ભાજપના ૩૯ ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો સુરેન્દ્રનગરમાં લાગ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાની 4 તાલુકા પંચાયતની 9 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.

- Advertisement -

કચ્છમાં ભૂજની બે બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયાં છે.સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં પાંચ વોર્ડમાં ભાજપના 9 ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે.સુરતના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત અને ઓલપાડ બેઠક પર 1-1 ઉમેદવાર વાટ બિનહરીફ જાહેર થયા છે. અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની 2 બેઠક પર બે ઉમેદવારો બિનહરીફ જયારે ભાવનગરના ઉમરાળા તાલુકાપંચાયતની 2 બેઠક, જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠકમાં 1, થાનગઢ તાલુકા પંચાયતની 5 બેઠક, ભૂજ નગરપાલિકાની 2 તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો એક કુલ મળી નગરપાલિકામાં 9, તાલુકા પંચાયતમાં 17 અને 2 જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. હજુ તો ચૂંટણી યોજાવવાની બાકી છે તે પહેલાં જ ભાજપે નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતમાં ખાતુ ખોલાવી લીધુ છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular