Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયGST રિટર્નમાં વિસંગતતા દેખાશે તો કરદાતાનું રજિસ્ટ્રેશન તરત સસ્પેન્ડ

GST રિટર્નમાં વિસંગતતા દેખાશે તો કરદાતાનું રજિસ્ટ્રેશન તરત સસ્પેન્ડ

- Advertisement -

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ માં સપ્લાયર્સ દ્વારા ફાઈલ કરાયેલા GSTB-1 ફોર્મ અથવા સેલ્સ રિટર્નમાં વિસંગતતા અથવા નોંધપાત્ર તફાવત જોવા મળશે તો GST અધિકારીઓ તત્કાળ કરદાતાનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરશે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં કરચોરી ડામવા અને સરકારની આવક વધારવાની નેમ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ કરદાતાઓના રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જારી કરી છે અને કરદાતાના રિટર્નમાં વિસંગતતા – તફાવત જોવા મળે તો એ બાબત GST કાયદાનો ભંગ કરવા સમાન ગણીને વેપારીનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થશે, તેનો નિર્દેશ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, CBITCએ જારી કરેલી SOP અંતર્ગત વેપારીના રિટર્નમાં વિસંગતતા બદલ કરદાતાઓના રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાશે અને સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ FORM GST REG-31માં રજિસ્ટ્રેશન રદ કરવાની નોટિસ અને સસ્પેન્ડ કરવાની નોટિસ જારી કરાશે અને તેમા સસ્પેન્શનના કારણો દર્શાવવામાં આવશે અને કરદાતાઓના રજિસ્ટર્ડ ઈ- મેઈલ એડ્રેસ પર તે મોકલી અપાશે.

- Advertisement -

રજિસ્ટર્ડ વેપારીઓએ રજૂ કરેલા રિટર્નમાં દર્શાવાયેલી વિગતો અને GSTB- 1 ફોર્મમાં દર્શાવાયેલ આઉટવરોડ સપ્લાયીઝ અથવા GSTB- 1માં સપ્લાયર્સે દર્શાવેલી વિગતોને આધારે ઈનવર્ડ સપ્લાયીઝની વિગતોની સરખામણી કરાશે અને તેમાં નોંધપાત્ર તફાવત કે વિસંગતતા જોવા મળશે તો તેને GST કાયદાનું ઉલ્લંઘન ગણીને કરદાતાનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાશે.

FORM GST REG-31માં કાર્યરત હોય ત્યાં સુધી વેપારીના પોર્ટલ પર આ પ્રકારની નોટિસ- નિર્દેશ જોવા મળશે અને કરદાતાઓ પોતાના ડેશબોર્ડ પર FORM GST REG-17માં તે ઉપલબ્ધ હશે. આ નોટિસ મળ્યા પછી શા માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ ન કરવું તે અંગે વેપારીએ 30 દિવસમાં સ્પષ્ટતા કરવાની રહેશે.

- Advertisement -

GST અધિકારીઓએ ખોટા- બનાવટી ઈન્વોઈસ વિરૂદ્ધ સઘન ઝૂંબેશ હાથ ધરી છે અને તેના પરિણામે છેલ્લાં બે મહિના દરમિયાન કરવેરાની વસૂલાતમાં નોધપાત્ર વધારો નોંધાયો છે. GSTની આવકમાં સતત બે મહિનાથી રૂ.1 લાખ કરોડથી વધુની વસૂલાત થઈ છે અને જાન્યુઆરી, 2021માં GSTની આવકમાં સૌથી વધુ રૂ. 1.20 લાખ કરોડની થઈ ગઈ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular