Monday, November 4, 2024
Homeરાષ્ટ્રીય4 જાહેર બેન્કો ‘ખાનગી’ બનશે

4 જાહેર બેન્કો ‘ખાનગી’ બનશે

- Advertisement -

કેન્દ્ર સરકારે ખાનગીકરણ માટે મધ્યમ કદની 4 બેન્કોને શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેમને સરકાર તરફથી ખાનગી બનાવવામાં આવી શકે છે. એક અહેવાલ અનુસાર ખાનગીકરણ માટે સરકાર દ્વારા ટુંકાવવામાં આવેલી સરકારી બેંકોમાં, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ના નામ શામેલ છે .

- Advertisement -

સરકાર જાહેર ક્ષેત્રની આ બેંકોમાં હિસ્સો વેચીને સરકારની આવકમાં વધારો કરવા માંગે છે જેથી સરકારી યોજનાઓ પર નાણાંનો ઉપયોગ થઈ શકે. જોકે, હજારો કર્મચારીઓ ધરાવતા બેન્કિંગ ક્ષેત્રે ખાનગીકરણ એ રાજકીયરૂપે જોખમભર્યું કામ છે, કારણ કે તેનાથી નોકરીઓ પર સંકટ આવી શકે છે.

સરકારે જે 4 જાહેર ક્ષેત્રની બેંકોની ખાનગીકરણ માટે પસંદગી કરી છે તેમાં 3 નાની અને એક મોટી બેંકનો સમાવેશ થાય છે. 1.22 લાખ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતી ચાર બેંકોનું ખાનગીકરણ રાજકીય રીતે અત્યંત જોખમી છે પરંતુ મોદી સરકાર તે દિશામાં આગળ વધવા મધ્યમ કદની બેંકોથી શરૂઆત કરવા માગે છે.

- Advertisement -

કોરોના મહામારીના કારણે ખસ્તાહાલ બનેલા અર્થતંત્રને સુધારવા સરકારને આકરા નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે. તોતિંગ એનપીએ તળે દટાયેલી બેન્કોને ઉગારવા સરકાર આખા બેન્કિંગ સેક્ટરમાં ધરમૂળથી બદલાવ કરવા માગે છે. સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે, બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા આગામી પાંચથી છ મહિનામાં શરૂ થઇ શકે છે. જોકે કર્મચારીઓની સંખ્યા, ટ્રેડ યુનિયનોના વિરોધ અને રાજકિય મજબૂરી અંતિમ નિર્ણય પર અસર પાડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular